View this post on Instagram
પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ થઈ છે. ત્યારે જામનગરમા પોલીસ વિવિધ વિસ્તારોમાં દ્વારા સતત ચેકીંગ હાથ ધરાયુ છે. સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા ચાંદી બજારમા લાંબા સમયથી રહેતા પરપ્રાંતિયઓનુ વેરીફિકેશન કરવામા આવ્યુ.
પોલીસની ટીમ દ્વારા બજારમા સોની કામ અને મજુરી કામ કરતા કામદારો તેમજ શંકાસ્પદ લોકોનુ વેરિફિકેશન કરવામા આવેલ. લોકોના આઈડેન્ટીફાય કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જામનગરમા સોની બજારમા અનેક પરપ્રાંતિયઓ મોટી સંખ્યામાં કામ કરે છે. જામનગરમાં વેસ્ટ બંગાલ સહીતના રાજ્યમાંથી લોકો અહીં મજૂરી કરવા આવી લાંબા સમયથી વસવાટ કરે છે.


