જામનગર શહેરમાં નાગનાથ ગેઈટ પાસેના વિસ્તારમાં રહેતાં અને લુહારી કામ કરતાં યુવાને તેના કારખાનામાં અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં નાગનાથ ગેઈટ પાસે હાજીપીરવાળી શેરીમાં રહેતો અને લુહારી કામ કરતો યશ હિતેશભાઈ મારુ (ઉ.વ.24) નામના યુવાને બુધવારે બપોરના સમયે શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા તેના કારખાનામાં કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગેની હિતેશભાઈ દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઈ એન.એમ. ઝાલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકે કયાં કારણોસર આપઘાત કર્યો ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.


