જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી નજીકથી જામનગરના નામાંકિત વેપારીનો પુત્ર દારૂની હેરાફેરી કરતા એલસીબીની ટીમે ઝડપી લઇ મોંઘી દારૂની બોટલો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે ગોવાથી દારૂનો જથ્થો જામનગરમાં ઘુસાડવાનો હોવાની જાણના આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન ગુરૂદ્વારા ચોકડી નજીક એલસીબીએ બાતમી મુજબના શખ્સને આંતરીને તલાસી લેતા હર્ષ મનોજ ખેતવાણી (ઉ.વ.21) (રહે. સરૂ સેકશન રોડ) નામના શખ્સ પાસેથી ગોવાની મોંઘી ગણાતી 7717 ની કિંમતની રામપુર ઈન્ડીયન સીંગલ માલ્ટ વ્હિસ્કી અને રૂા.5461 ની કિંમતની ગોલ્ડ લેબર રિઝર્વ બ્લેન્ડેેડ સ્કોચ વ્હિસ્કી અને રૂા.4055 ની કિંમતની ગ્લીસન લીડચ સીંગલ માલ્ટ સ્કોચ વ્હિસ્કી અને રૂા.1500 ની કિંમતની ધ ગ્લીનવોક બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની એક-એક બોટલ મળી કુલ રૂા.18,733 ની કિંમતની ચાર બોટલ ઈંગ્લીશ દારૂ અને રૂા.50,000 ની કિંમતના મોબાઇલ ફોન મળી કુલ રૂા.68,733 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


