Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં બાઇકમાં જતાં પ્રૌઢના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ

જામનગરમાં બાઇકમાં જતાં પ્રૌઢના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ

ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ

જામનગરમાં ગણપતનગર આરઓ બિલ્ડિંગ સામેથી મોટરસાઈકલમાં પસાર થતા પ્રૌઢએ ગળામાં પહેરેલ સોનાનો ચેઈનની ત્રણ શખ્સો દ્વારા ચીલઝડપ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના હનુમાન ટેકરી દલીતનગર શેરી નંબર-1, દશામાના મંદિર પાસે રહેતા દિનેશભાઈ ખનાભાઈ પરમાર (ઉ.વ.44) નામના પ્રૌઢ ગત તા. 27 માર્ચના રોજ તેનું જીજે-10-બીપી-6060 નંબરનું મોટરસાઈકલ લઇને પોતાના કામેથી ઘરે જતા હતાં અને ગણપતનગર આરઓ બિલ્ડિંગ પાસે પહોંચ્યા હતાં ત્યારે અંદાજે 25 થી 30 વર્ષની ઉંમરના ત્રણ શખ્સો એકસેસ વાહનમાં આવી ફરિયાદીના ગળામાં પહેરેલ સોનાનો ચેઈન ઝૂટવી નાશી ગયા હતાં. આ અંગે દિનેશભાઈ દ્વારા રૂા.60 હજારની કિંમતનો એક તોલાના સોનાના ચેઈનની ચીલઝડપ થયા અંગેની ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ સિટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે. સિટી સી પોલીસ દ્વારા ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ એસ.એમ. સિસોદીયા દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular