જામનગરના ગુરૂદ્વારા ચોકડી નજીક આવેલ જર્જરિત ઈમારતનું ડિમોલીશન આજે સવારે હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી જ જામ્યુકોની એસ્ટેટ શાખાની ટીમ પહોંચીજઇ ડિમોલીશનની કામગીરી હાથ ધરી હતી.
જામનગરમાં જર્જરિત ઈમારતોનો સર્વે કરી જામનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરીત ઈમારતોને કારણે કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે નોસિટો આપવામાં આવે છે અને આ અંગે ડિમોલીશનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે જામનગર શહેરના ગુરૂદ્વારા સર્કલ નજીક એક જર્જરિત ઈમારત આવેલ હોય જેને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ઈમારતને કારણે કોઇ અકસ્મત કે દુર્ઘટના ન સર્જાય તે માટે આજે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ સવારથી જ ગુરૂદ્વારા ચોકડી નજીક આવેલ આ જર્જરિત ઈમારત ખાતે પહોંચી ગઈ હતી અને ગુરૂદ્વારા ચોકડી નજીક વાહન વ્યવહાર બંધ કરી આ જર્જરિત ઈમારતને તોડી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ શાખાના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સવારથી જ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ શાખાના અનવર ગજણ સહિતના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા પીજીવીસીએલ સહિતની ટીમોને સાથે રાખી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


