નાળિયેર પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં નાળિયેર પાણી વધારે પ્રમાણમાં લેવામાં આવે છે. નાળિયેર પાણી માત્ર હાઈડ્રેટીંગ જ નથી રાખતું પરંતુ ઘણાં પોષક તત્વોથી પણ ભરપુર છે. જે તમારી ત્વચા, હૃદય અને કિડનીને સ્વસ્થ રાખે છે. અને શરીરનેશકિત પણ આપે છે.

નાળિયેર પાણી એ ફકત સ્વાદથી જ ભરપુર નહીં પરંતુ ગુણોથી પણ ભરપુર છે તે ઘણાં રોગોથી રક્ષણ આપે છે. તેમાં ઘણાં બધા એન્ટી ઓકસીડન્ટો, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે. નાળિયેર પાણી શરીરમાં ખાંડનું સ્તર જાળવી રાખે છે. કિડનીમાં પથરી બનતી અટકાવવામાં મદદ કરે છે અને ઉર્જા આપે છે.
હૃદય રોગનું જોખમ ઘટે છે : 2008 ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. નાળિયેર પાણી પીવાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
ત્વચા માટે વરદાન : સુંદર અને ચમકતી ત્વચા માટે શરીરનું આંતરિક સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે. નાળિયેર પાણી હાઈડે્રશન માટે પણ ખૂબ મદદરૂપ છે. જેમાં ઘણાં વિટામિન અને ખનીજો હોય છે. જે ત્વચા ને લાંબા સમય સુધી યુવાન અને ચુસ્ત રાખવામાં મદદ કરે છે. જેમાં વૃધ્ધાત્વ વિરોધી ગુણધર્મો છે. જે ત્વચા બારીક રેખાઓ, કરચલીઓને દૂર કરે છે.
વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ પીણું : નાળિયેર પાણી પીવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. શરીરના ચયાપચયની ઝડપી બનાવવા અને વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. જેમાં કેલેરી ખૂબ ઓછી હોય છે. જેથી વજન ઘટાડવા માટે ઉત્તમ પીણું છે.