જામનગર શહેરમાં રૂપિયા 49500ની રોકડની ચોરીના કેસમાં સીટી બી પોલીસે એક શખસને ઝડપી લઇ ચોરીમાં ગયેલ રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગરના સીટી બી ડિવીઝનમાં રૂપિયા 49500ની રોકડ તથા સેન્ટ્રલ બેંકની પાસબુક ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે સીટી બી ના પો.કો. જયદિપસિંહ જાડેજા તથા હે.કો. ક્રિપાલસિંહ સોઢાએ સીસીટીવી ફુટેજ તપાસતાં એક શકંમદ ત્યાં અવરજવર કરતો જોવા મળતાં આ શખ્સ જુના રેલવે સ્ટશેન ગીતા લોજ પાસે હોવાની બાતમી મળતાં વોચ ગોઠવી કમલેશ ભીખુભા પીત્રોડા નામના શખ્સને આંતરી તેની તપાસ હાથ ધરતાં તેની પાસેથી રૂપિયા 49500ની રોકડ અને મુકેશભાઇ ખીમજીભાઇ વાંસજાળિયા નામની સેન્ટ્રલ બેંકની પાસબુક મળી આવતા આ અંગે વધુ પૂછપછર કરતાં 3 દરવાજા પાસે એક મોટર સાયકલના હુકમાં થેલી રાખી હોય ત્યાંથી ચોરી કર્યાની કેફિયત આપતા પોલીસે 49પ00ની રોકડ તથા પાસબુક સહિતનો મુદામાલ કબજે કરી શખ્સની અટકાયત કરી હતી.


