Friday, December 5, 2025
Homeરાજ્યહાલારઆર્થિક સંકડામણ વચ્ચે ડિપ્રેશનમાં આવેલા યુવાને એસિડ ગટગટાવ્યું

આર્થિક સંકડામણ વચ્ચે ડિપ્રેશનમાં આવેલા યુવાને એસિડ ગટગટાવ્યું

ભાગીદારીના ધંધામાં નુકસાની આવી : સરકારી જમીન પર ખડકાયેલી દુકાન ડિમોલિશનમાં તોડી પડાઇ : ડિપ્રેશનમાં આવેલા યુવાનનો આપઘાત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામમાં રહેતો અને સ્ક્રેપ્ટના ધંધા સાથે સંકળાયેલ યુવાને તેના ઘરે એસિડ પી જતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રેતા અને સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા જીગ્નેશભાઈ કનુભાઈ કાનાણી નામના 45 વર્ષના પટેલ યુવાને રવિવારે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

જીગ્નેશભાઈ પોતાનો વ્યવસાય ભાગીદારીમાં કરતા હોય અને ધંધામાં નુકસાની આવતા તેમની પાસે તેમના પાર્ટનર રૂા. 44.50 લાખ માંગતા હતા. આ ઉપરાંત તેમી દુકાન સરકારી જમીન ઉપર હોય, જેમાં ડિમોલિશન આવતા બે દિવસ પૂર્વે તેમની દુકાન પડી ગઈ હતી. આ તમામ પરિસ્થિતિના કારણે ડિપ્રેશનમાં આવી જતા તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના પત્ની સોનલબેન જીગ્નેશભાઈ કાનાણીએ મીઠાપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular