જામનગર શહેરના કાનાનગર વિસ્તારમાં રહેતા શખ્સના રહેણાંક મકાનમાંથી સિટી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન 174 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લઇ પુછપરછ કરતા અન્ય ત્રણ શખ્સોની સંડોવણી ખુલ્લી હતી.
નવા વર્ષના વધામણા કરવા જામનગર શહેર અને જિલ્લામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પીઆઈ એન.એ.ચાવડા, હેકો. નરેન્દ્રસિંહ ઝાલા, દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે દિગ્વીજય પ્લોટ 58મા કાનાનગર શેરી નંબર-1 ના છેડે રહેતાં મહેન્દ્ર ઉર્ફે મસાલી કરશન માવ નામના શખ્સના મકાનમાં રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.87000 ની કિંમતની 174 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે મહેન્દ્રની ધરપકડ કરી હતી અને પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો લાખા ગઢવી નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની કેફિયત આપી હતી.
તેમજ મહેન્દ્રની સાથે દિપક ઉર્ફે દિપુ સરગમ ખીચડા અને પ્રેમ ઉર્ફે કાનો બારૂતો નામના ત્રણ શખ્સોએ ભાગીદારીમાં દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય ત્રણ શખ્સોની શોધખોળ આરંભી હતી.