આપણે સૌ જાણીએ છીએ કે જેમ બળતણ વિના વાહન ચાલતુ નથી તેમજ યોગ્ય ખોરાક વિના શરીર ચાલતુ નથી માટે આપણા રોજીંદા જીવનમાં આપણે આહારનો સમય નકકી કર્યો છે. આમ દિવસના તમામ ભોજનમાં સૌથી અગત્યનું ભોજન એ સવારનો નાસતો છે. 7-8 કલાકની ઉંઘ છે. પેટમાં કશું નાખવું તે બ્રેકફાસ્ટ છે. સવારના નાસ્તાને જીવનમાં ખુબ મહત્વ અપાયું છે. કહેવાય છે કે, સવારનો નાસ્તો રાજાની જેમ કરવો જોઇએ એટલે કે ખૂબ જ સારા પ્રમાણમાં કરવો જોઇએ તો ચાલો જાણીએ. સવારના નાસ્તાથી શરીરને શું લાભ થાય છે. સવારના નાસતાના લાભો વિશે આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા કહે છે કે….
- આખા દિવસના કાર્યને પૂર્ણ કરવા માટે એનર્જી લેવલને બુસ્ટ કરે છે.
- બ્રેકફાસ્ટ આપણા મગજને કાર્યને યોગ્ય રીતે જાળવવા માટે શરીરના ગ્લુકોઝ લેવલને અંકુશમાં રાખવામાં તેમજ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને આવશ્યક પોષક તત્વો પૂરા પાડવા માટે મદદ કરે છે.
- શરીરના મેટાબોલિઝમમાં વધારો કરે છે. જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હાયપરટેન્શન, ટાઈપ ટુ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ લેવલ વગેરેનું જોખમ ઘટાડે છે.
- બાળકોને શરીરના ગ્રોથ અને વિકાસ માટે દૈનિક ધોરણે ચોકકસ પ્રમાણમાં ચોકકસ પોષક તત્વોની જરૂર હોય છે. તેથી કાર્બોહાઈડે્રટ, પ્રોટીન, ખાંડનું ઓછુ અને ફાયબરનું ઉંચુ પ્રમાણ ધરાવતો સારો તંદુરસ્ત નાસતો તેમને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કરવા, એકાગ્રતા લેવલમાં સુધારો લાવવા મદદ કરે છે.
- પોષ્ટિક પદાર્થો સાથેનું બ્રેકફાસ્ટ મેનુ શરીરના મેટાબોલિઝમને કિક આપતી શરૂઆત કરશે.
અભ્યાસો એ દર્શાવ્યું છે કે, તંદુરસ્ત નાસતો ખાવાથી દિવસ દરમિયાન તંદુરસ્તી ને જાળવીને એનજેટીક રહી શકાય છે. આમ, તમારા રોજીંદા જીવનમાં સવારના નાસ્તાનું ખુબ મહત્વ છે. જેને પોષ્ટિક રીતે પુરતા પ્રમાણમાં કરવો જોઇએ.
(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. ખબર ગુજરાત આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી.)