Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસડોદરમાં દવા છાંટતાં સમયે ઝેરી અસર થવાથી મહિલાનું મોત

સડોદરમાં દવા છાંટતાં સમયે ઝેરી અસર થવાથી મહિલાનું મોત

ગુરૂવારે તુવેરના પાકમાં દવાનો છંટકાવ : ઝેરી અસર થતાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાઇ : પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી કાર્યવાહી

જામજોધપુર તાલુકાના સડોદર વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતી મહિલાને દવાનો છંટકાવ કરતાં સમયે ઝેરી અસર થવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઢાકનબારી ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના સડોદરા ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં મજૂરીકામ કરતી સુનીતાબેન ગોપાલભાઇ પવાર (ઉ.વ. 21) નામની મહિલા ગુરુવારે બપોરના સમયે તેના ખેતરમાં તુવેરના પાકમાં દવાનો છંટકાવ કરતી હતી તે દરમિયાન દવાની ઝેરી અસર થવાથી ઉલ્ટી થતાં મહિલાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મોહનભાઇ દ્વારા જાણ કરાતાં એએસઆઇ એ.એન. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી તી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular