જામનગર તાલુકાના ખારાવેઢા ગામમાં રહેતા પ્રૌઢ તેના બાઇક પર જતાં હતાં તે દરમિયાન રસ્તામાં મંગલપુર નજીક આવેલી ગોલાઇમાં બાઇક સ્લિપ થતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ખારાવેઢા ગામમાં રહેતા માલધારી સામતભાઇ વિરાભાઇ લામકા (ઉ.વ.50) નામના પ્રૌઢ બુધવારે રાત્રીના સમયે તેના જીજે-10 ડીડી-4396 નંબરના બાઇક પર મંગલપુરથી તેના ગામ જમવા જતાં હતાં તે દરમિયાન મંગલપુર નજીક આવેલી ગોલાઇમાં અચાનક બાઇક સ્લિપ થવાથી રોડ પર પટકાયા હતાં. અકસ્માતમાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન પ્રૌઢનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર લાલાભાઇના નિવેદનના આધારે પીએસઆઇ સી.બી. રાજકા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હા ધરી હતી.