જામનગર જિલ્લાના બૂટલેગરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અંતર્ગત એલસીબી દ્વારા બૂટલેગર વિરુધ્ધ કરાયેલ પાસાની દરખાસ્ત કલેકટરે મંજૂર કરતાં પોલીસે બૂટલેગરની ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
મળતી વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં બૂટલેગરો, જુગારીઓ તથા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અંતર્ગત પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ વી.એમ. લગારાયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન. મોરી અને એ.કે. પટેલ તથા સ્ટાફના શરદભાઇ પરમાર, હિરેનભાઇ વરણવા અને સુરેશભાઇ માલખીયા દ્વારા રાજુ ઉર્ફે રાજીયો અમરા કોળીયાતર (રે. નાગકા ગામ, જિલ્લો પોરબંદર) નામના બૂટલેગર વિરુધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેકટર બી.કે. પંડયા સમક્ષ મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત કલેકટરે મંજૂર કરી દીધી હતી. જેથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ એ.કે. પટેલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રાજુ ઉર્ફે રાજીયો નામના બૂટલેગરની ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.