Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપોલીસ દ્વારા લાખોની કિંમતના દારૂ-બીયરના જથ્થા પર બુલડોઝર ફેરવાયું

પોલીસ દ્વારા લાખોની કિંમતના દારૂ-બીયરના જથ્થા પર બુલડોઝર ફેરવાયું

- Advertisement -

જામનગરમાં નાઘેડી નજીક સરકારી ખરાબાની જગ્યામાં પંચ એ પોલીસ, બી ડીવીઝન તથા સીક્કા પોલીસ દ્વારા કબ્જે કરાયેલ રૂા.16.24 લાખની કિંમતના દારૂ અને બીયરના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા રૂપિયા 3,12,800 ની કિંમત નો 920 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરાયો હતો. ઉપરાંત પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી રૂપિયા 3,50,ની કિંમત 1134 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો કબજે કરાયો હતો.

ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી 9,79,450 ની કિંમત માં 2301 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી અને બિયરનો જથ્થો કબજે કરાયો હતો. જે કુલ મળી 16,42,250 ની કિંમત નો ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાઘેડી નજીક ખુલ્લા પ્લોટમાં બુલડોઝર ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર ગ્રામ્ય વિભાગના એસ.ડી.એમ., ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી, નશાબંધી શાખાના અધિકારીઓ, તથા પંચકોશી એ. અને બી. ડિવિઝન તેમજ સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular