સામાન્ય રીતે વ્યકિતઓની શરીરની ત્રણ પ્રકારની પ્રકૃત્તિ જોવા મળે છે. વાત, પિત અને કફ, ત્યારે આ ત્રણેય તાસીર અનુસાર લોકોને શરીરમાં અમુક રોગો અને સારવાર લાગુ પડતી હોય છે. ત્યારે આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમાએ વાત, પિત અને કફને નિયંત્રણમાં રાખવા માટેના અમુક ઉપાયો જણાવ્યા છે. તે જાણીએ.
– સવારે સૂર્યોદય પહેલાં ઉઠવું.
– નરણા કોઠે બે થી ત્રણ ગ્લાસ પાણી પીવું જોઇએ. અને જો પાણી સહેજ હુંફાળું પીવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ છે.
– સવારે કસરત કરવી જોઇએ. અને જો કસરત ન કરી શકતા હો તો 3-4 કિલોમીટર ઝડપથી ચાલવું જોઇએ.
-ભોજન કરીને તરત પાણી ન પીવું જોઇએ. અડધીથી પોણી કલાક પછી પી શકાય.
– જમ્યા બાદ વીસથી ત્રીસ મિનિટ ડાબા પડખે સુવાથી પાચન તંત્ર તંદુરસ્ત રહે છે.
– રાત્રે જમવામાં ભારે ખોરાક ન લેવો, વધુમાં વધુ 8 વાગ્યા સુધીમાં જમી લેવુ ોઇએ. મ્યાબાદ ોડું ચાલવું જરૂરી છે.
– ઠંડા પીણા (કોલ્ડ્રીંકસ) બિલકુલ ન પીવા જોઇઅ.ે તેમજ ઠંડુ ફ્રીઝનું પાણી ન પીતા માટલાનું પાણી ીવું જોઇએ.
– ઋતુ પ્રમાણે મોસમી શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઇએ.
– ત્રિફળા દ્વારા આ ત્રણેય પ્રકૃતિને નિયંત્રણમાં રાખી શકાય પરંતૂ ત્રિફળાને કયારે અને શેને સાથે સેવન કરવું તે જાણકાર પાસેથી જાણી લેવું જોઇએ.
– દિવસ દરમ્યાન યોગ્ય માત્રામં પાણી પીવું જોઇએ.
– માદક દ્રવ્યો અને માંસાહારનું સેવન ન કરવું જોઇએ.
– અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાથી શરીરમાં વિકારો ઉત્પન્ન થતા નથી જમા થયેલો કચરો બહાર નિકળી જાય છે. પરંતુ ઉપવાસમાં પાણી અને ફઇળોનો જરૂર પૂરતો ઉપયોગ થાય તો જ ફાયદો થાય છે.
આમ આવી ઘણી ટિપ્સ દ્વારા તમે આયુર્વેદિકની દ્રષ્ટિએ તમારા શરીરનું સ્વાસ્થ્યની જાળવણી કરી શકો છો.