ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ થશે. ભારતના 75માં બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદોની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણ વિમોચન કર્યું હતું. સંસ્કૃત ભાષાને ભારતની ધરોહર ગણવામાં આવે છે. તેમજ મૈથિલી એ દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્ય તેમજ નેપાળના તરાઈ પ્રદેશની પ્રાદેશિક ભાષા છે. આ ભાષા લખવા માટે દેવનાગરી લિપીનો ઉપયોગ થાય છે. જેને આજે પણ ઉત્તર ભાગના ઘણા લોકો વાંચી અને લખી શકે છે.બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ પોસ્ટ સ્ટેમ્પ અને કોઈનનું પણ અનાવરણ કર્યું હતું. બંધારણ દિવસ નિમિત્તે સંયુક્ત સાંસદ સેશનમાં કેન્દ્ર સરકારે નવી વેબસાઈટ https://constitution75.com પર લોન્ચ કરી છે. જે નાગરિકોને વિવિધ એક્ટિવિી ને રિસોર્સિસ મારફત બંધારણનો વારસો જાળવી રાખવા પ્રોત્સાહન આપશે. શાળાઓ, શહેરો અને ગામડાંઓમાં બંધારણની પ્રસ્તાવનાનું સંયુક્ત વાંચન પણ કરવામાં આવશે. બંને ભાષામાં બંધારણનું વિમોચન કરાં રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે, બંધારણ એ એક જીવંત, પ્રગતિશીલ દસ્તાવેજ છે, જે દેશના વિકાસમાંમાર્ગદર્શન આપી રહ્યું છે. આપણા બંધારણ નગર પાલિકા, ન્યાય પાલિકા અને વિધાન સભા સાથે મળી સામાન્ય લોકોના હિતોનું રક્ષણ કરતાં કામગીરી કરે.
બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ
બંધારણ દિવસ નિમિતે રાષ્ટ્રપતિએ કર્યું વિમોચન : કેન્દ્ર સરકારે નવી વેબસાઇટ, પોસ્ટલ સ્ટેમ્પ અને સિકકાનું કર્યુ અનાવરણ