‘ખૂબ લડી મર્દાનીથી વો ઝાંસી વાલી રાની થી’ આપણે ખૂબ સાંભળ્યું છે ત્યારે આજે 19 નવેમ્બરના રોજ ઝાંસીના રાણી લક્ષ્મીબાઈની જયંતી છે ત્યારે ચાલો તેમના વિશે જાણી અજાણી વાતો જાણીએ.
1. રાણી લક્ષ્મીબાઈનું સાચુ નામ મણિકર્ણિકા હતું.
2. 14 વર્ષની ઉંમરે 1842 માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નેવલેકર સાથે તેમના વિવાહ થયા હતાં.
3. લગ્ન બાદ તેમનું નામ લક્ષ્મીબાઈ પડયું હતું.
4. 18 વર્ષની ઉંમરે જ તેઓ વિધવા થયા હતાં.
5. 1857 ની ક્રાંતિમાં તેમણે ભાગ લીધો હતો.
6. રાણી લક્ષ્મીબાઈની વીરતા અને શૌર્યની વાતો શાળામાં નાનપણથી જ બાળકોને ભણાવાય છે.
7. ફકત ભારતમાં જ નહીં પરંતુ અંગે્રજોના પુસ્તકોમાં પણ રાણી લક્ષ્મીબાઈની વિરતાની વાતો લખાઈ છે.
8. તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત, બુધ્ધિમાન અને ધાર્મિક મહિલા હતાં.
9. મણિકર્ણિકાને લાડમાં સહુ મનુ કહેતા. મનુની ઉમર ચા ર્ષની હતી ત્યારે માતાનું મૃત્યુ થયું હતું.
10. મનુને નાનપણથી જ શાસ્ત્રો સાથે શસ્ત્રોની શિક્ષા પણ મળી હતી.
11. 1851 માં તેમણે પુત્રને જન્મ આપ્યો હતો. પણ તે ચાર મહિનાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યો.
12. તેમણે પુત્ર દતક લીધો જેનું નામ દામોદરરાવ રાખવામાં આવ્યું હતું.
13. 1853 માં પતિના મૃત્યુ પછી બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ઝાંસીને જોડવાનો પ્રયાસ કર્યો પરંતુ રાણી લક્ષ્મીબાઇએ રાજ્ય સોંપવાનો ઈન્કાર કર્યો.
14. 18 જૂન 1858 માં યુદ્ધમાં તેમનું મૃત્યુ થયું.
15. બ્રિટીશ શાસન સામે ભારતીય પ્રતિકારનું પ્રતિક બની ગયા.