જામનગર શહેરના મયુરનગર વામ્બે આવાસ સામેના વિસ્તારમાં રહેતા વિપ્ર પ્રૌઢ બહાર ગામ ગયા હતાં તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના તાળા તોડી પ્રવેશ કરી ગેસ સીલીન્ડર, ઘી નો ડબરો અને પ્રેશરકૂકર સહિતનો સામાન ચોરી કરી ગયા હતાં.
ચોરીની વિગત મુજબ, જામનગરમાં મયુરનગર વામ્બે આવાસ સામે, પ્રજાપતિની વાડી પાસે રહેતાં જયેશભાઈ હરીલાલભાઈ જોશી (ઉ.વ.52) નામના પ્રૌઢ તેમના પરિવાર સાથે ગત તા.23 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધીના તથા 14 ઓકટોબરથી 15 ઓકટોબર સુધીના સમય દરમિયાન ઘર બંધ કરી પોરબંદર ગયા હતાં અને ત્યાંથી પરત ફરતા મકાનનું તાળુ તૂટેલુ જોઇ ચોરી થયાની જાણ થઈ હતી. જેથી પ્રૌઢે જાણ કરતા પીએસઆઈ એન પી જોશી તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરતા તસકરો મકાનમાંથી હોમથીયેટર અને ઘડિયાર તથા ટ્રીમર રાખેલી ટ્રાવેલીંગ બેગ ને પાી બે મોટર તેમજ ગેસ સીલીન્ડર અને ઘી નો ડબરો તથા પ્રેશર કુકર મળી કુલ રૂા.17300 ની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતાં. તસ્કરોએ ડેલી અને અંદરના ઘરનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. જેના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.