Sunday, December 22, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસઉધરસમાં રાહત મેળવવા આટલું કરો....

ઉધરસમાં રાહત મેળવવા આટલું કરો….

- Advertisement -

બદલતી ઋતુ અને વાતાવરણનો ફેરફાર સાથે પ્રદૂષણ અને સ્મોકથી સામાન્ય રીતે ઉધરસની સમસ્યાઓ વધતી જોવા મળે છે ત્યારે ઉધરસમાં રાહત મેળવવા શું કરવું જોઇએ તે જણાવે છે. ડાયટેશિયન કૌશિશી ગુપ્તા. આપણા રસોડામાં પણ એવા આહારો આપણને મળી રહે છે જે ઉધરસમાં રાહત આપે છે.

- Advertisement -

ઉધરસ માટે મધ લેવું લાભદાયી છે. મધમાં એન્ટી ઓકસીડેન્ટ અને એન્ટી ઈન્ફલુમેટરીના ગુણો છે. જે તમારા ગળાનો સોજો ઘટાડે છે. ગળાને નુકસાન પહોંચાડતા બેકટેરીયા સાથે મધ લડે છે. જેનાથી ગળાના ઈન્ફેકશનમાં રાહત મળે છે.

આદુ પણ ઉધરસ માટે ખૂબ ગુણકારી છે. આદુમાં પણ એન્ટી ઓકસીડન્ટ અને એન્ટી ઈન્ફલુમેટરી ગુણ છે. જે ગળાના સોજા ઉતરવાની સાથે શરીરના સેલ્સને નુકસાનથી બચાવે છે. આદુ અને લવીંગનો ઉકાળો પીવાથી ગળામાં રાહત અનુભવાય છે.

- Advertisement -

ઉધરસ હોય ત્યારે સામાન્ય રીતે ગરમ ચીજો જ લેવી જોઇએ. ગરમ પીવાથી ગળાનો કફ બહાર આવે છે. ગળાને આરામ મે ે ને ઉધરસ પણ મટે છે. જેમ કે તમે ગરમ પાણી પણ પી શકો છો. હર્બલ ટી, કોફી, સુપ વગેરે પીવું જોઇએ.
હળદર વાળુ દૂધ એ ઉધરસ માટે રામબાણ ઈલાજ છે. હળદરમાં એન્ટીસેફટીક ગુણ છે. જે ગળાના ઈન્ફેકશનને દુર કરે છે.

લસણ ખાવાથી ઉધરસમાં રાહત અનુભવાય છે. જેમ કે કળીને વાટીને મધ સાથે મેળવી ખાઈ શકાય તો વળી ઘીમાં સાંતળીને પણ ખાઈ શકાય તો વળી લસણની કળીને દવાની જેમ આખી ગાળીને પણ ખાઈ શકાય છે.

- Advertisement -

મીઠાના પાણીના કોગળા કરવાથી ગળામાં રાહત મળે છે. આમ આ ઋતુમાં ગળાની સારસંભાળ કરવાથી ખાન-પાનમાં ફેરફારો કરવાથી ઉધરસમાં રાહત અનુભવાય છે અને ગળાને રાહત મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular