જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર આવેલા એપાર્ટમેન્ટના પાંચમાં માળે રહેતાં ખેડૂત યુવાનના ફલેટમાંથી અજાણ્યા તસ્કરોએ કાપડની થેલીમાં રાખેલી સોનાની બે વીટી અને રૂા.1.70 લાખની રોકડ રકમ સહિતની માલમતાની ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગરના ગ્રીનસિટી શેરી નંબર-5 મા મકાનમાં નંબર-710/46 રણજીતસાગર રોડ પર હાલમાં રહેતાં હરદેવસિંહ તખુભા જાડેજા નામના ખેડૂત યુવાનના શરૂ સેકશન રોડ પર આવેલા કોનિક ટાવરમાં પાંચમાં માળે 501 નંબરના ફલેટમાં ગત તા.7/11 ની રાત્રિના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ ફલેટમાં કોઇપણ રીતે પ્રવેશ કરી બેડરૂમમાં રહેલા લાકડાના કબાટની તીજોરી ખોલી તેમાં કાપડની થેલીમાં રાખેલી રૂા.10000 ની કિંમતની આઠ ગ્રામ વજનની સોનાની બે વીટીઓ અને રૂા.1,70,000 ની રોકડ રકમ મળી કુલ રૂા.1,80,000 ની માલમતા ચોરી કરી ગયા હતાં. આ અંગે ખેડૂત દ્વારા જાણ કરાતા પીએસઆ જી રાજ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.