પ્રાચિન, વિશાળ અને રહસ્યમય ‘રેડ મોન્સ્ટર’ની શોધ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે કરી છે. જે આકાશગંગા કરતાં પણ મોટી છે. જેથી બ્રહ્માંડના નવા રહસ્યો જાહેર થશે તેવી શકયતાઓ છે.
નાસાના જેમ્સવેબ સ્પેસ ટેલિસ્કોપ અને અવકાશમાં ત્રણ પ્રાચિન અને રહસ્યમય આકાશગંગા શોધી કાઢે છે. આ ત્રેય બિગ બેગના થોડાક કરોડ વર્ષ પછી જ રચાયા હતા. ત્યારથી લઇને આજ સુધી તે લાલ ઝળકે છે તે આપણી આકાશગંગા કરતાં પણ મોટા છે. જેને શોધ બ્રહ્માંડના નવા રહસ્યો શોધી શકે છે.
ઇગ્લેનડની બાથ યુનિવર્સિટીના ખગોળ શાસ્ત્રના પ્રોફેસર સ્ટોન વિટસે જણાવ્યું કે ત્રણેય તારા વિશ્ર્વનો અભ્યાસ કર્યા બાદ ખ્યાલ આવે છે કે, આ ત્રણેય જાયન્ટસ છે. રહસ્યમય છે. આ સ્પેસના મોટા શેતાનથી ઓછા નથી. આ ફરીથી અમને અવકાશ, તારાઓ અને આકાશગંગાની રચનાનો અભ્યાસ કરવા પ્રેરિત કરે છે.
સ્ટિને કહ્યું કે, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, મ પર્દાથના વિશાળ કેટર્સમાં તારા વિશ્ર્વો રચાય છે. જે હાજર શકિતશાળી ગુરૂત્વાકર્ષણ ગેસ, નાના પથ્થરો વગેરે જેવી વસ્તુને પોતાની તરફ ખેંચે છે. અને તારાઓમાં ફેરવે છે. પછી આ તારાઓના જુથો રચાય છે. તેમના ગ્રહો અને ઉપગ્રહો બને છે.
સામાન્ય રીતે આકાશગંગાના નિર્માણ સમયે તારાઓ તેની અંદર રહેલા માત્ર 20 ટકા ગેસમાંથી બને છે. પરંતુ આ ત્રણેય આકાશ ગંગાના 80 ટકા ગેસે નવા તેજસ્વી તારાઓ બનાવ્યા છે. જે વૈજ્ઞાનિકોને આશ્ર્ચર્યચકિત કરે છે. ત્રણેય લાલ આકાશગંગાને જેડબલ્યુએસટીના નિતય ઇન્ફારેડ કેમેરા દ્વારા કેદ કરવામાં આવી છે. આ સાધન અવકાશમાં વધુ ઉંડાણપૂર્વક જોઇ શકે છે. તારાઓ અને તારા વિશ્ર્વો શોધી શકે છે. આ ટેલિસ્કોપના લોન્ચિંગ પછી વિશ્ર્વભરના વૈજ્ઞાનિકોને ફરીથી અવકાશના સર્જનનું પ્રથમ પ્રકરણ વાંચવાનું શરૂ કર્યુ છે.