Thursday, November 21, 2024
Homeઆંતરરાષ્ટ્રીયશું ચીનનું ટેન્શન વધારવાની ટ્રમ્પે કરી દીધી શરૂઆત ?

શું ચીનનું ટેન્શન વધારવાની ટ્રમ્પે કરી દીધી શરૂઆત ?

ટ્રમ્પની ટીમના ત્રણ ચહેરાઓ ચીનનો તણાવ વધારી શકે છે અને તેની ભારત પર શું અસર ?

- Advertisement -

ટ્રમ્પે વિશ્વના સૌથી શકિતશાળી દેશનીબાગડોર સંભાળવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને તે પોતાની ટીમની પસંદગીમાં વ્યસ્ત છે. ત્યારે તેણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, વિદેશ પ્રધાન અને નાણાંપ્રધાન એમ ત્રણ પદ માટે પસંદગીને મજૂરી આપી છે. ત્યારે તેનો આ નિર્ણય આવનારા સમયમાં ચીન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જ્યારે ભારત માટે નવી સંભાવનાઓનો માર્ગ ખોલી શકે છે.

- Advertisement -

માઈક વોલ્ટ્ઝ :
ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અફઘાનિસ્તાન, મધ્યપૂર્વ અને આફ્રિકામાં યુદ્ધ મોરચે અનુભવી એવા માઈક વોલ્ટ્ઝની પસંદગી કરી છે. ત્યારે માઈક વોલ્ટઝએ યુએસ સેનેટમાં ઈન્ડિયા કોકસના વડા છે. તેઓ ભારત એગેનરમ વલણ માટે જાણીતા છે. તેઓ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વધારવાના હિમાયતી છે. જ્યારે ચીન અને જો બાઈડનની ટીકા કરે છે. ટ્રમ્પે જ્યારે પ્રથમ વખત સતા સંભાળી હતી તે સમયે સેનેટર તરીકે વોલ્ટ્ઝે ચીન પર ભારે ટેરીફ લાદવાના ટ્રમ્પના રેટરિકને સમર્થન આપ્યું હતું. અને ચીનના કટ્ટર ટીકાકાર છે. એનએસએ બનવાથી બિઝનેઝથી લઇને ડિફેન્સ સુધીના મોરચે ચીનથી તણાવ વધશે તેવું લાગી રહ્યું છે.

માર્કો રૂબિયો :
ટ્રમ્પે લેટિન અમેરિકન માર્કો રૂબિયોને દેશના વિદેશમંત્રી તરીકે પસંદ કર્યા છે. ત્યારે રૂબિયો તેના ચીન વિરોધી વલણ માટે જાણીતા છે. એક સમયે રૂબીયો એ જાહેરમાં કહ્યું હતું કે, ભારત પેસિફિકમાં અશાંતિ ફેલાવવામાં ચીનની મોટી ભૂમિકા છે. તેમણે દક્ષિણ ચીન સાગરમાં માનવ અધિકારોના ઉલ્લંઘન અને આક્રમક વલણ માટે સેનેટમાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની વારંવાર ટીકા કરી છે. જ્યારે રૂબિયો ભારત સાથેના સંબંધોને મજબુત બનાવવાના અવાજના સમર્થક છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે યુએસ- ભારત સહયોગને વધુ ગાઢ બનાવવાના પ્રયાસોની હીમાયત કરી છે. ખાસ કરીને સંરક્ષણ અને વ્યાપાર ક્ષેત્રમાં.

- Advertisement -

સ્કોટ બેસન્ટ :
ટ્રમ્પે અમેરિકાના નાણાંમંત્રી તરીકે ઉદ્યોગણપતિ અને રોકાણકાર સ્કોટ બેસન્ટને પસંદ કર્યા છે. ત્યારે ટ્રમ્પે પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, તેઓ અમેરિકાના હિતોને પ્રથમ સ્થાન આપશે. સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂકશે. આ સ્થિતિમાં અમેરિકામાં ચીનના વેપાર પર સીધી અસર પડી શકે છે. જ્યારે બેસન્ટનું ભારત પ્રત્યેનું વલણ અત્યાર સુધી તુલનાત્મક રીતે સામાન્ય જણાય છે. તેઓ ભારતને એક મોટા બજાર તરીકે જુએ છે. અને ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વધારવા પર ભાર મૂકી શકે છે.

આમ ટ્રમ્પ ટીમના આ ત્રણ ચહેરાઓ કયાંકને કયાંક ચીનનો તણાવ વધારી શકે છે. જ્યારે ભારત માટે નવી દિશા ખોલવાના એંધાણ કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular