Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રેન હડફેટે આવી જતાં યુવાનનું ઘટનાસ્થળે મોત

જામનગરમાં ટ્રેન હડફેટે આવી જતાં યુવાનનું ઘટનાસ્થળે મોત

પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ : બોટના પાટલાનો બોયો બદલાવતા દરિયામાં પડી જતાં યુવકનું મૃત્યુ

- Advertisement -

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતો યુવાન ઘર નજીક આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હડફેટે આવી જતાં મોત નિપજ્યું હતું. બેડી મરીન નજીક દરિયામાં રહેલી બોટમાં પાટલાનો બોયો બદલતા સમયે પગ લપસી જતાં દરિયામાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં મધુસુદનભાઈ ગુરુરાજભાઈ અદબદી નામનો યુવાન ગત તા. 1 ના રોજ સવારના સમયે તેના ઘર નજીકના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હડફેટે આવી જતાં શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવની વિશ્વરાજસિંહ દ્વારા જાણ કરાતા હેકો એફ.એમ. ચાવડા તથા સ્ટાફે બનાવસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતો અબ્બાસ હુશેનભાઇ ભટ્ટી (ઉ.વ.23) નામનો યુવક ગત તા. 30 ના રોજ સાંજના સમયે બેડી મરીન નજીક દરિયામાં 20 કિ.મી. દૂર બોટમાં પાટલાનો બોયો બદલતો હતો. તે દરમિયાન અકસ્માતે પગ લપસતા દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવ અંગે અકબર ભટ્ટી દ્વારા જાણ કરાતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે દરિયામાંથી યુવકના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular