Thursday, November 7, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ટુ વ્હીલરની નવી સિરીઝ માટે ઈ-ઓક્શન

જામનગરમાં ટુ વ્હીલરની નવી સિરીઝ માટે ઈ-ઓક્શન

- Advertisement -

જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ટુ વ્હીલર મોટર સાઇકલ માટેની જીજે -10-ઈ ઈ નવી સીરીઝની તમામ નંબર માટે ઈ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

- Advertisement -

આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.6-11-2024 થી તા.11-11-2024 ના બપોરે 4:00 કલાક સુધીનો રહેશે. આ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.11-11-2024 થી 13-11-2024 સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.13-11-2024 ના રોજ બપોરે 4.00 કલાકે જાહેર કરવામાં આવશે.

પ્રકિયામાં ભાગ લેવા માટે વાહન માલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઈટ પર જઈને નોંધણી/રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઇટ પર લોગ-ઈન કરીને વાહન ખરીદીના દિવસ-07 ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત જણાવેલા સમયગાળા દરમિયાન 1000ના ગુણાંકમાં વધારી શકશે. ઈ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઈન દિવસ-5માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહીં જેની સર્વે વાહન માલિકોને નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી,જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular