Friday, November 8, 2024
Homeરાજ્યજામનગરમોરકંડામાં ગાય હંકારવા બાબતે વૃધ્ધ દંપતી સહિતના પરિવાર ઉપર હુમલો

મોરકંડામાં ગાય હંકારવા બાબતે વૃધ્ધ દંપતી સહિતના પરિવાર ઉપર હુમલો

વૃધ્ધ દંપતી અને બે પુત્રો તથા પુત્રવધૂ ઘવાયા : પતાવી દેવાની ધમકી : ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી : બેડીયા ગામમાં મજૂર મોકલવાની ના પાડતા ખેડૂત ઉપર બે શખ્સોનો હુમલો

- Advertisement -

જામનગર તાલુકાના મોરકંડા ગામમાં પાણીના ટાંકા પાસે રહેતાં પ્રૌઢ ઉપર ગાયને હંકારવાની બાબતે થયેલી બોલાચાલીમાં પિતા-પુત્ર અને બે અજાણ્યા સહિતના ચાર શખ્સોએ પ્રૌઢ માતા-પુત્ર તથા પરિવાર ઉપર છરી અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. કાલાવડ તાલુકાના બેડીયા ગામમાં ખેડૂત ઉપર બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર તાલુકાના મોરકંડા ગામમાં પાણીના ટાંકા પાસે રહેતાં અને પંચરની દુકાન ચલાવતા અશોકભાઈ દેવજીભાઈ રાઠોડ (ઉ.વ.57) નામના પ્રૌઢના માતા સાથે ગાય હંકારવાની બાબતે બોલાચાલી અને ઝઘડો કરી રાજુ બાબુ પરમાર અને તેનો પુત્ર ભાર્ગવ પરમાર અને બે અજાણ્યા સહિતના ચાર શખ્સોને વૃધ્ધા ઉપર લોખંડના પાઈપ અને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ વૃધ્ધાના પુત્ર ઉપર લાકડાના ધોકા વડે તથા અન્ય પુત્ર ઉપર લાકડાના ધોકા વડે માર માર્યો હતો. તેમજ અજાણ્યા બે શખ્સોએ પ્રૌઢા અને તેના સસરાને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. ચાર શખ્સો દ્વારા પરિવાર ઉપર કરાયેલા હુમલામાં વૃધ્ધ દંપતી અને તેના બે પુત્રો તથા એક પુત્રવધૂને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો ડી.જી. ઝાલા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, કાલાવડ તાલુકાના બેડિયા ગામમાં રહેતાં અને ખેતી કરતા મનસુખભાઈ મોહનભાઈ વોરા નામના પ્રૌઢને તેના ગામના જ શખ્સે ખેતમજૂરોને મોકલવાનું કહ્યું હતું. પરંતુ, પ્રૌઢે મારે ખેતરેમાં થ્રેસર મશીન ચાલે છે મજૂરો નવરા નથી તેમ જણાવતા પ્રતિપાલસિંહ ઉર્ફે પિન્ટુ સુખદેવસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગંભીરસિંહ જાડેજા નામના બે શખ્સોએ ખેડૂત પ્રૌઢને જેમ ફાવે તેમ ફોનમાં ગાળો કાઢી હતી અને પ્રૌઢના ખેતરે જઈ તું મજૂરો મોકલવાની કેમ ના પાડે છે ? તેમ કહી ધોકા વડે આડેધડ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ અંગેની મનસુખભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.વી. ગોહિલ તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular