ઓનલાઇન ફ્રોડના ગુન્હામાં બેન્ક એકાઉન્ટસ ઓપરેટ કરતી આંતરરાજય ગેંગના 4 શખ્સોને જામનગર સાઇબર ક્રાઇમ પોલીસે જામનગર શહેરની ઓશવાળ હોસ્પિટલ પાસે એક હોટલમાંથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરની ઓશવાળ હોસ્પિટલ પાસે આવેલ કૈલાશ હોટલના રૂમ નં. 209માં 3 અજાણ્યા શખ્સો પોતાની પાસે રહેલ લેપટોપ, ટેબ્લેટ અને મોબાલઇ ફોન દ્વારા લોકો સાથે ઓનલાઇન ફ્રોડથી મેળવેલ નાણાં સગેવગે કરી ગેરકાયદેસર આર્થિક વ્યવહારો કરતા હોવાની સાઇબર ક્રાઇ પોલીસ સ્ટેશનના હે.કો. કુલદિપસિંહ જાડેજા અને એસઓજી શાખાના પો.કો. બલભદ્રસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાના માર્ગદર્શન ેળ ાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.એ. ધાસુરા અને એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી સહિતના સ્ટાફ દ્વારા બાતમીવારા સ્થળેથી રેડ દરમ્યાન રાહુલ હિરા નારોલા, એમ.ડી.બાદશાહ, અવિનાશ પ્રસાદઓમપ્રસાદ મહતો, તુષાર ઘેટિયા સહિત 4 શખ્સો પોતાની પાસે રહેલ લેપટોપ, ટેબ્લેટ અને મોબાઇલ ફોન દ્વારા ઓનલાઇન બેન્કિંગના માધ્યમથી તેમજ ઓટીપી શેર કરી પોતાના મળતિયાઓને ટ્રાન્સફર કરી સગેવગે કરતાં હોય પોલીસે આરોપીઓ પાસેથી 3 નંગ અલગ-અલગ બેન્ક એકાઉન્ટની ચેકબુક, અલગ-અલગ બેન્કના 8 નંગ ડેબિટકાર્ડ, એક લેપટોપ, એક ટેબલેટ, 6 નંગ મોબાઇલ ફોન તથા 3 છુટક સીમકાર્ડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.