જામનગર શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નુતન વર્ષે ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો. જેમાં 1450 થી વધુ વાનગીઓ ભગવાનને ધરવામાં આવી હતી. જેનો ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો. જામનગર-ખંભાળિયા બાયપાસ પાસે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દિપાવલીના પવિત્ર દિવસે ચોપડા પુજન સાથે મંદિર તથા સમગ્ર પરિસર દિપ જ્યોતિથી શણગારવામાં આવ્યું હતું આ ઉપરાંત નુતન વર્ષ નિમિત્તે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત 1450 જેટલી વાનગીઓ ભગવાનને ધરવામાં આવી હતી. જામનગરના કલેકટર બી.કે. પંડયા તથા અન્ય મહાનુભાવોએ તેમજ શહેરીજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ગોવર્ધન પૂજા તથા તેમજ અન્નકૂટ આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. બપોરના 12 થી સાંજના 7 વાગ્યા સુધીમાં 20 હજારથી વધુ ભકતોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો.