જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા સરદારપાર્કમાં રહેતાં યુવાનના મકાનમાં તસ્કરોએ દરવાજાના નકૂચા તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં થોડાક સમયથી તહેવારોની સાથે સાથે ચોરીના બનાવોની ઘટના પણ નિરંતર બનતી રહે છે. ઘર ફોડ ચોરીના બનાવથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા સરદાર પાર્ક 4 માં પ્લોટ નંબર 50/1 માં રહેતાં જયદીપભાઈ ખેતશીભાઈ સાગઠીયા (ઉ.વ.30) નામનો નોકરી કરતા યુવાનના ગત તા. 12ન ના રાત્રિના 11 વાગ્યાથી તા.13 ના સવારના 7 વાગ્યા સુધીના સમય દરમિયાન બંધ રહેલાં મકાનના દરવાજાનો અજાણ્યા તસ્કરોએ નકૂચો તોડી પ્રવેશ કરી રૂમના કબાટમાં રાખેલા રૂા.71,200 ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતાં ચોરીના બનાવના અંગેની જયદીપભાઈ દ્વારા જાણ કરાતા પીએસઇ .આર. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આદરી હતી.


