જામનગર શહેરના ખેતીવાડી સામે આવેલા આંબેડકરબ્રીજ ઉપર રાત્રિના સમયે રીક્ષા અને એકટીવા વચ્ચે અકસ્માત થવાથી બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ તપાસ આરંભી હતી.