Friday, January 3, 2025
Homeરાજ્યહાલારદ્વારકામાં ગૌવંશની હત્યા કરનાર બે શખ્સોને દબોચી લેવાયા

દ્વારકામાં ગૌવંશની હત્યા કરનાર બે શખ્સોને દબોચી લેવાયા

હથિયારો વડે મારી માસના ટૂંકડા જાહેરમાં ફેંકી દીધા : પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

- Advertisement -

દ્વારકામાં બે શખ્સોએ ગૌવંશને હથિયારો વડે મારી, અને તેના ટુકડા જાહેર માર્ગ પર ફેંકી દીધાના થોડા દિવસ પહેલા બનેલા જઘન્ય બનાવમાં દ્વારકા તથા જામનગરના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેની પોલીસે અટકાયત કરી લીધી છે.

- Advertisement -

આ કરૂણ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં ટાઉન વિસ્તારમાં આવેલી એક હોટલ નજીકથી પશુ માંસના ટુકડા મળી આવ્યા હતા. આથી પોલીસે માંસના આ ટુકડાઓને એફ.એસ.એલ. માટે મોકલી આપ્યા હતા. આ પ્રકરણમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી અને આ ગુનામાં સંડોવાયેલા મનાતા અને દ્વારકામાં હાથી ગેટની સામેના વિસ્તારમાં રહેતા પરસોતમ ઉર્ફે મનસુખ ઉર્ફે ટુકડો વેલજીભાઈ પરમાર અને જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા દીપક કરસન સોલંકી નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.

આ શખ્સો દ્વારા ગૌવંશનું કોઈ પણ તીક્ષ્ણ હથિયાર કે શસ્ત્ર વડે મોતની નીપજાવી અને તેના ટુકડા તથા પગના ટુકડા જાહેર માર્ગ પર ફેંકી દીધા હોવાનું ખુલવા પામ્યું છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકાના હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ હરિશચંદ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ઉપરોક્ત બંને શખ્સો સામે ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આરોપીઓને વિધિવત રીતે અટકાયત કરી લીધી હતી. જે અંગે આગળની તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular