ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર દ્વારા પોતાના ફઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે.
ખંભાળિયા શહેરના આ ચકચારી બનાવની જાણવા માટે વિગત મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના કિશોર દ્વારા પોતાના પુખ્ત વયના ફઈબા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવને અનુલક્ષીને અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરવા તેમજ સગીર વયના કિશોરની અટકાયત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભોગ બનનાર આ મુસ્લિમ યુવતી અસ્થિર મગજની હોવાનું પણ બહાર આવ્યું છે. આ બનાવમાં સગીરના કાકા દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના કિશોરની અટકાયત કરી, આ દુષ્કર્મ કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે સાથે ભોગ બનનાર યુવતીનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.
આજના ડિજિટલ અને મોબાઈલના યુગમાં સગીર વયના કિશોર દ્વારા ફઈ સાથે દુષ્કર્મ કરવાના આ બનાવે સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.