ભાણવડના માનપર ગામે રહી મજુરી કામ કરતા આધેડ નદીમાં ન્હાવા પડતા ડૂબી જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, પંચમહાલ જિલ્લાના લુણાવાડા તાલુકાના મૂળ રહીશ અને હાલ ભાણવડ તાબેના માનપર ગામે રહીને એક આસામીની વાડીમાં મજૂરી કામ કરતા અરજુનભાઈ નાનાભાઈ નાયક નામના 45 વર્ષના આદિવાસી યુવાન મંગળવારે માનપર ગામની નદીમાં નાહવા માટે પડતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જેન્તીભાઈ નાયક (ઉ.વ. 30) એ ભાણવડ પોલીસને કરતા પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.