જામનગર શહેરના નવાગામઘેડ વિસ્તારમાં અવેલા વિમલ પાર્કમાં રહેતા આધેડ તેના ઘરની અગાસી પરથી પગ લપસી જતાં નીચે પટકાતાં માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં નવાગામઘેડ વિસ્તારમાં આવેલા વિમલ પાર્કમાં રહેતા સુધીરભાઇ લક્ષ્મણભાઇ મકવાણા (ઉ.વ.51) નામના આધેડ ગત તા. 7ના રોજ સાંજના સમયે તેના ઘરની અગાસી ઉપર હતા તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં નીચે પટકાતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર ધરમશી દ્વારા જાણ કરાતાં હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.