જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં બંધ પડેલા ટ્રેક્ટરની પાછળ બાઇક ઘૂસી જતાં એક યુવાનનું મૃત્યુ નીપજયું છે આ અંગે પોલીસ દ્વારા ટ્રેક્ટર ટ્રોલીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના માવાપર વડલી અને પતારિયા પુલની વચ્ચેના રોડ પર બન્યો હતો. લખતર ગામના અજય કિશોરભાઈ ચૌહાણ નામનો 25 વર્ષનો યુવાન પોતાનું જીજે-10-ડીએમ-9116 નંબરનું એક્ટિવા લઇ ત્યાંથી પસાર થઇ રહ્યો હતો દરમિયાન યુવાનનું એક્ટિવા માર્ગ પર ઇન્ડીકેટર લાઇટ ચાલુ રાખ્યા વગરના બંધ અવસ્થામાં પડેલા જીજે-10-બીઆર-1912 નંબરના ટ્રેક્ટરની પાછળ ઘૂસી જતાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં યુવાનના ગંભીર ઈજા થવાથી તેનું મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માતના બનાવ અંગે યુવાનના પિતા કિશોરભાઇએ ધ્રોલ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે માર્ગ પર કોઈપણ પ્રકારના સિગ્નલ દર્શાવ્યા વિના ટ્રેક્ટરની ટ્રોલી ઉભી રાખી બેદરકારી દર્શાવવા અંગે ટ્રેકટરના ચાલક સામે ગુનો નોંધ્યો છે.