રાજકોટ રેલવે પોલીસના એસપી ગઈકાલે જામનગર પહોંચ્યા હતાં અને જામનગર રેલવે સ્ટેશન ખાતે ઈન્સ્પેકશન કરી આરપીએફ સ્ટાફ સાથે કાયદો-વ્યવસ્થાની ચર્ચા વિચારણા કરી હતી.
ગુજરાત રેલવે પોલીસ સ્ટેશનના એસપી બલરામ મીણા ગઈકાલે જામનગરની મુલાકાતે આવ્યા હતાં તેમણે જામનગર રેલવે સ્ટેશનની મુલાકાત લઇ વાર્ષિક ઈન્સ્પેકશન કર્યુ હતું. આરપીએફના પીએસઆઇ ટી વી ડોડિયા સહિતના સ્ટાફે એસપીનું સ્વાગત કર્યુ હતું. એસપી દ્વારા જામનગર રેલવે સ્ટેશન ખાતે કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતાં તેમજ ઉપસ્થિત નાગરિકો-આગેવાનો સાથે મળી પ્રશ્ર્નો અંગે માહિતી પણ મેળવી હતી.