Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરજામનગરના સોનલધામ મંદિરમાં ચારણ યુવકોનો અદભૂત મણિયારો રાસ... - VIDEO

જામનગરના સોનલધામ મંદિરમાં ચારણ યુવકોનો અદભૂત મણિયારો રાસ… – VIDEO

- Advertisement -

જામનગર ખાતે આઈ શ્રી સોનલમાં શૈક્ષણિક એને સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી પર્વની ધાધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મણીયારા રાસ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

- Advertisement -

આઈ શ્રી સોનલ ધામ મંદિર ખાતે છેલ્લા 35 વર્ષથી ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે આ નવરાત્રીમાં પ્રાચીન ગરબાઓ રજૂ કરવામાં આવે છે તેમજ પરંપરાગત વેશભૂષામાં રાસ રજૂ કરવામાં આવે છે જેમાં મણીયારો રાસ સૌનું મન મોહી લે છે

- Advertisement -

ચારણ બાળાનો ત્રિશુલ રાસ તેમજ ચારણ યુવાનો દ્વારા મણીયારો રાસ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ચારણ સમાજના પ્રખ્યાત કલાકારો દ્વારા માતાજીના પ્રાચીન ગરબા રજુ કરવામાં આવ્યા હતા.

જામનગરમાં સોનલ ધામ ખાતે ઉજવાતા નવલા નોરતામાં મણીયારા રાસની અનેરી જમાવટ જોવા મળી હતી. ચારણ યુવાનો દ્વારા રમાતો મણીયારો રાસ પંથક સહિત દૂર દૂર સુધી પ્રચલિત છે. આ નવરાત્રી દરમ્યાન સમસ્ત ચારણ સમાજ તેમજ જામનગર શહેરના લોકો સોનલ મંદિર ખાતે પહોંચી પ્રાચીન નવરાત્રીનો આનંદ મેળવે છે.

- Advertisement -

ચારણ સમાજની યુવતીઓ પણ ત્રિશુલ રાસ રમી અને નવલા નોરતાની ઉજવણી કરે છે. ખાસ કરીને પારંપરિક પહેરવેશમાં ચારણ સમાજના યુવક અને યુવતીઓ સોનલધામ ખાતે નવ દિવસ સુધી નવલા નોરતાની ઉજવણી કરી અને માતાજીની આરાધના કરી તેમજ દેવદાન ગઢવી રાણાભાઈ ગઢવી તેમજ ચારણ સમાજ આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular