જામનગરના ગુલાબનગર ક્રિષ્નાપાર્ક પાછળ જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા પાંચ શખ્સોને સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી લઇ રૂા.21,100 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના 58 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાંથી સિટી એ ડીવીઝન પોલીસે એક શખ્સને વર્લીનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10500 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગારદરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં ગુલાબનગર ક્રિષ્નાપાર્ક પાછળ જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી બી પોલીસે રેઈડ દરમિયાન રહીમ ઈબ્રાહિમ ખીરા, અબ્દુલ કાદીર અલ્લાઉદીન વારીયા, સોહિલ અલ્લાઉદીન ખીરા, અકબર ઈકબાલ મકવાણા, અકરમ કાસમ દરજાદા સહિત પાંચ શખ્સોને રૂા.21,100 ની રોકડ રકમ તથા લાઈટવાળી બેટરી સહિત કુલ રૂા.21,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના 58 દિગ્વીજય પ્લોટ ઓધવરામ હોટલથી આગળ દેવીપુજક વાસના ગેઈટ સામે વર્લીમકટાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ પોલીસે હિરજી સવજી મંગે નામના એક શખ્સને વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10500 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.