Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પોલીસની રોમિયો તત્વો સામે મેગા ડ્રાઇવ

જામનગર શહેરમાં પોલીસની રોમિયો તત્વો સામે મેગા ડ્રાઇવ

ત્રીજા નોરતે રોમિયોગીરી કરતા 4 શખ્સોના બાઇક ડીટેઇન કરાય: અન્ય વાહનચાલકો સામે ટ્રાફિક નિયમન ભંગ અંગે કાર્યવાહી

- Advertisement -

જામનગરમાં ખાસ કરીને સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી, અને બ્રિથ એનાલાઈઝર મશીન નો ઉપયોગ કરીને દારૂના નશાબાજો ને પકડવા માટેની પણ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ ઉપરાંત પોકેટકોપ મોબાઈલ, અને બોડીવોર્ન કેમેરા સાથે ખાસ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જે અનુસંધાને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ ટીમ દ્વારા શહેરના ઓશવાળ હોસ્પિટલ નજીક જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 4 થી વધુ બાઇક ડીટેઈન કરાયા હતાં અને સંખ્યાબંધ લોકો પાસે થી રૂ.7,500 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

જામનગર પોલીસ ની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારા વાહન ચાલકો તેમજ રોમિયોગિરી કરતા આવારા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular