Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરનેગોશિયેબલ કેસમાં સજા પડતા પૂર્વ ભાગીદારને ધમકી આપતા પિતા-પુત્ર

નેગોશિયેબલ કેસમાં સજા પડતા પૂર્વ ભાગીદારને ધમકી આપતા પિતા-પુત્ર

- Advertisement -

જામનગર શહેરમાં રામેશ્વરનગર ચોકમાં કન્સ્ટ્રકશનના વ્યવસાયી એ ભાગીદારીમાંથી છૂટા થયા બાદ બાકી લેણાની ઉઘરાણી મામલે કેસ કર્યો હતો. અને આ કેસમાં સજા પડયાનો ખાર રાખી પિતા-પુત્રએ યુવાનને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતાં પ્રવિણભાઈ સામતભાઈ ખોલા અને વિજય ગોવિંદ આંબલિયા નામના બંને એ ભાગીદારીમાં કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા મનદુ:ખ થતા સહમતીથી ભાગીદારીથી છુટા થયા હતાં અને આ ભાગીદારી છુટી થવાથી પ્રવિણભાઈને બાકી લેવાના પૈસા મામલે વિજયભાઈ આંબલિયા સામે નેગોશિયેબલનો કેસ કર્યો હતો. આ કેસમાં સજા પડતા જેનો ખાર રાખી વિજય ગોવિંદ આંબલિયા અને તેના પુત્રએ પ્રવિણભાઈને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પ્રવિણભાઈના નિવેદનના આધારે એએસઆઈ એ બી ચાવડા તથા સ્ટાફે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular