આજે ત્રીજુ નોરતુ છે. ત્યારે માઁ નવદુર્ગાના ત્રીજા સ્વરુપ માઁ ચંદ્રઘંટાની પૂજા, આરાધના, ઉપાસનાનું વિશેષ ફળ મળે છે. માતાના સ્વરુપની પૂજા કરવાથી વ્યક્તિનો સ્વભાવ વિનમ્ર થાય છે. માતાનો વાન સોનાની જેમ તેજવાન છે. ત્રણ આંખો અને દસ ભૂજાઓ છે. દરેક હાથમાં કમળનું ફુલ, ગદા, બાણ, ધનુષ, ત્રિશુળ, ખડગ, ચક્ર, ખપ્પર અને અગ્નિ સુશોભિત થાય છે. માઁ વાઘ પર સવારી કરે છે. માતાને ગંધ, ફૂલ, ધૂપ, અક્ષત, સિંદુર અર્પણ કરવું જોઇએ તેમજ દૂધમાંથી બનાવેલો પ્રસાદ ધરાવવો જોઇએ. માતાની પૂજાથી આંખો, કાયામાં સકારાત્મક વિકાસ થાય છે. બુધ્ધિ અને જ્ઞાનમાં વધારો થાય છે. સાધક નિર્ભય અને વિર બને છે. આ દિવસે લાલરંગનું મહત્વ છે.