Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરજામજોધપુરમાં ખેતરમાંથી ધાણા અને જીરાના બાચકાની ચોરી

જામજોધપુરમાં ખેતરમાંથી ધાણા અને જીરાના બાચકાની ચોરી

ધાણાના આઠ અને જીરાના 10 બાચકા ચોરી ગયા : કુલ રૂા.84,300 ના સામાનની ચોરી

જામજોધપુર નજીક ગાંધેશ્વર મંદિર પાસે આવેલા ખેતરના મકાનના તાળા તોડી તસ્કરોએ ધાણાના બાચકા તેમજ જીરાના બાચકા મળી કુલ રૂા.84,300 ની કિંમતનો અનાજના બાચકાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં સગરપામાં રહેતાં કપિલભાઈ ગીરધરભાઈ ઘેટીયા નામના ખેડૂત યુવાને સુભાષભાઇ ઘેટીયાની સાથે રાખેલા ખેતરના મકાનમાં 16800 ની કિંમતના આઠ ધાણાના બાચકા તેમજ રૂા.67,500 ની કિંમતના 10 જીરાના 15 મણ ભરેલા બાચકાની અજાણ્યા તસ્કરો તાળા તોડી કુલ રૂા.84,300 ની કિંમતના ધાણાના તથા જીરાના 18 બાચકા ચોરી કરી ગયા હતાં. ચોરીના બનાવ અંગેની કપિલભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી.આર.જોરીયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular