જામનગર શહેરની ખોડિયાર કોલોનીમાં આવેલી હોટલના રૂમમાંથી મધ્યપ્રદેશના યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી કયા કારણોસર મોત નિપજ્યું છે તે અંગેની તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની રોડ પર આવેલી અનૈયા બીકન હોટલમાં બીજા માળે આવેલા રૂમ નંબર 206 માંથી બુધવારની રાત્રિના સમયે મધ્યપ્રદેશના વતની આયુષ મધુસુદન પાંડે (ઉ.વ.26) નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે હોટલમાં નોકરી કરતા નવીનકુમાર દ્વારા પોલીસમાં જાણ કરાતા એએસઆઈ એફ જી દલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએ માટે મોકલી યુવાનનું મોત કયા કારણોસર અને કેવી રીત થયું ? તે અંગેની જીણવટભરી તપાસ આરંભી હતી.