Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરગુજરાતભરના લોહાણા જ્ઞાતિજનોનું મહાસંમેલન વિરપુર ખાતે યોજાશે

ગુજરાતભરના લોહાણા જ્ઞાતિજનોનું મહાસંમેલન વિરપુર ખાતે યોજાશે

રઘુવંશીઓમાં ભારે ઉત્સાહ : અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા અધ્યક્ષ જામનગરના જીતુભાઇ લાલના પદગ્રહણ પ્રસંગે સર્વપ્રથમ આયોજન

- Advertisement -

અખિલ ગુજરાત લોહાણા સમાજના અધ્યક્ષ તરીકે જામનગરના રઘુવંશી યુવા ઉધોગપતિ જીતુભાઈ લાલની સર્વાનુમતે વરણી થયા પછી તેઓના પદગ્રહણ સમારોહ અવસરે વિશ્વ વિખ્યાત યાત્રાધામ જલારામધામ (વિરપુર) ખાતે રાજયભરના લોહાણા જ્ઞાતિજનોના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

ગુજરાતભરના રઘુવંશી સમાજની સર્વોચ્ચ સંસ્થા એવી અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા અધ્યક્ષ તરીકે જામનગરના યુવા અગ્રણી અને સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ તા.29-09-2024 ના રોજ બપોરે 3-30 કલાકે સંસ્થાની સામાન્ય સભામાં હોદાનો અખત્યાર સંભાળશે. આ અવસરને ઐતિહાસીક બનાવવા માટે વિરપુરમાં ” જલારામ ધામ ” (હોટલ જયશ્રી પેલેસની બાજુમાં, શુભસંગમ પાર્ટી પ્લોટ) ખાતે રાજયભરના રઘુવંશી સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

સંત શિરોમણી પ.પૂ.જલારામ બાપાની પાવક કર્મભૂમિ પર આ પ્રકારનું સર્વપ્રથમ આયોજન અખિલ ગુજરાત લોહાણા સમાજના નિવૃત્ત થઈ રહેલા હોદેદારો પ્રમુખ ધનવાનભાઈ કોટક, વરિષ્ઠ ઉપપ્રમુખ પ્રવિણભાઈ ઠકકર, મહામંત્રી મગનભાઈ રૂપારેલ, મંત્રી ભરતભાઈ વસાણી, ખજાનચી શૈલેષભાઈ સોનપાલ, યુવા પાંખના પ્રમુખ જયેશભાઈ સચદે (બાયા દયાળુ), મહિલા પ્રમુખ પ્રભાબેન રાજાએ આ માટે ગુજરાતભરના રઘુવંશીઓને ઉમટી પડવા નિમંત્રણ પાઠવ્યું છે.

- Advertisement -

વિરપુરમાં આગામી રવિવારે યોજાયેલા આ રઘુવંશી મહાસંમેલનમાં સૌરાષ્ટ્ર-કચ્છ-ઉતર ગુજરાત – દક્ષિણ ગુજરાત – મધ્ય ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાંથી હજજારોની સંખ્યામાં લોહાણા જ્ઞાતિજનો ઉમટી પડશે તેવો ઉત્સાહ જોવા મળી રહયો છે. વિરપુરમાં આ સંમેલનમાં ભાગ લેવા આવનારા રઘુવંશીઓના વાહન પાર્કિંગ માટે ગુણાતીત વિદ્યાધામ (વિરપુર) ખાતે તેમજ અલગ-અલગ જગ્યાએ પાર્કિંગની અલાયદી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે તેમજ વિરપુર સંમેલન વેળાએ ટ્રાફીક વ્યવસ્થા જાળવવા તેમજ સ્વચ્છતા જાળવવા અંગેની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

વિરપુરમાં આગામી રવિવારના બપોરે 3-30 વાગ્યે અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્ય સભા થશે જેમાં નવાનિર્વાચિત અધ્યક્ષ તરીકે જીતુભાઈ લાલ પદગ્રહણ કરશે અને એ સાથે જ રધુવંશી મહાસંમેલનનો મંગલ પ્રારંભ થશે. આ સંમેલન પૂર્ણ થયા પછી એમ.જી.એલ. ફાર્મ હાઉસ, ગુણાતીત વિદ્યાધામ, ગુરૂકુળ સામે (વિરપુર) ખાતે તમામ રઘુવંશીઓ માટે સ્વરૂચી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ મહાસંમેલનની તડામાર તૈયારીઓ વિરપુર ખાતે હાથ ધરવામાં આવી છે જેમાં વિરપુર લોહાણા મહાજનના હોદેદારો – આગેવાનો તેમજ કાર્યકરોની ટીમ સાથે અખિલ ગુજરાત લોહાણા સમાજના પદાધિકારીઓ, સમસ્ત હાલાર લોહાણા સમાજના હોદેદારો તેમજ જામનગર લોહાણા મહાજનની ટીમ જોડાઈ ગઈ છે. રાજયભરના જુદા-જુદા વિસ્તારોમાં સ્થાનિક રઘુવંશી સમાજની મીટીંગનો દોર શરૂ થયો છે જેમાં વિરપુર મહાસંમેલનમાં વધુમાં વધુ સંખ્યામાં લોહાણા સમાજના ભાઈ-બહેનો અને યુવાઓ ઉપસ્થિત રહે તે માટે આયોજન કરવામાં આવી રહયું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular