Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિધ્ધિઓનું ચિત્ર પ્રદર્શન - VIDEO

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિધ્ધિઓનું ચિત્ર પ્રદર્શન – VIDEO

બે દિવસિય પ્રદર્શનીને શહેર ભાજપ પ્રમુખના હસ્તે ખુલ્લુ મુકાયુ : મેયર, ડે.મેયર, ચેરમેન, ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ પર સેવા પખવાડીયા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી-જામનગર દ્વરારા ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે લાખોટા લેક ગેટ નં. 2 પાસે વડાપ્રધાનના વ્યક્તિત્વ અને સિધ્ધિઓનું ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકાયું હતું.

- Advertisement -

વડાપ્રધાન મોદીની આ ત્રીજી ટર્મ હોય તેમના જન્મદિવસ પર તેમની સિધ્ધિઓ અને તેમના વ્યક્તિત્વનું ચિત્ર પ્રદર્શન આજથી શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરાના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. બે દિવસિય વડાપ્રધાનના જીવન કવનની પ્રદર્શનીમાં લોકોને તેમના વ્યક્તિત્વ અને સિધ્ધીઓની તમામ માહિતી મળી જશે. આ ઉપરાંત આ સેવા પખવાડીયા અંતર્ગત જુદા-જુદા સેવાકીય વિવિધ કાર્યક્રમોની હારમાળા અવિરત રહેશે.

- Advertisement -

આ તકે ધારાસભ્ય રિવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, મનપા મેયર વિનોદભાઇ ખિમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંમણીયા, કોર્પોરેટરો કેશુભાઇ માડમ, અરવિંદભાઇ સભાયા, જયેન્દ્રસિંહ ઝાલા સહિત વોર્ડ અને નગરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં અને આ પ્રદર્શની નિહાળી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular