Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમના હસ્તે જામ્યુકો દ્વારા ‘જેએમસી કનેકટ એપ્લીકેશનનું લોન્ચીંગ’

સાંસદ પૂનમબેન માડમના હસ્તે જામ્યુકો દ્વારા ‘જેએમસી કનેકટ એપ્લીકેશનનું લોન્ચીંગ’

જામનગર મહાનગરપાલિકાની તમામ સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે આધુનિક મોબાઇલ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેને ગઈકાલે હાલારના સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોંચ કરવામાં આવી હતી. આ એપ્લીકેશન થકી જામનગર મહાનગરપાલિકાની તમામ સેવાઓ હવે શહેરીજનોને આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા જેએમસી કનેકટ નામની એપ્લીકેશન બનાવામાં આવી છે આ એપ્લીકેશન મારફતે જામનગર મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ જેવી કે, મિલકતવેરો ભરવા માટે, મિલકતોના નામ ટ્રાન્સફર માટેની અરજી, મિલકતોની આકારણી માટેની અરજી, જન્મ-મરણ, લગ્નના સર્ટીફિકેટ, પ્રોફેશનલ ટેકસનું રજીસ્ટે્રશન, કચરાના નિકાલ, મૃત પશુઓના નિકાલ, બગીચા અને એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની ટીકીટો જેવી શહેરીજનોની વિવિધ સુવિધાઓ આ મોબાઇલ એપ્લીકેશન મારફત આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકશે. આવા આધુનિકરણની જામનગર મહાનગરપાલિકાની એપ્લીકેશનનું ગઈકાલે લાખોટા તળાવ જામનગર ખાતે સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

આ લોન્ચીંગ સમારોહમાં મેયર વિનોદભાઈ ખીમસરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, કમિશનર ડી એન મોદી, સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, એચ ડી એફ સી બેંકના રીટેલ બ્રાંચ બેન્કીંગ નિરજભાઇ દતાણી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, કોર્પોરેટરો ગોપાલભાઈ સોરઠીયા, પાર્થભાઇ જેઠવા, પૂર્વ કોર્પોરેટર કમલેશભાઇ સોઢા, અગ્રણી વિપુલભાઇ કોટક, જાણીતા નાટયકાર એવા વિરલભાઇ રાચ્છ સહિતના અગ્રણીઓ હોદેદારો તેમજ જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular