જામનગર શહેર નજીક ઠેબા ચોકડી પાસેથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલ અને બે ચપટા મળી આવતા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ઠેબા ચોકડી જેસીઆર સીનેમા સામેના રોડ પરથી પસાર થતા જયવંત નાથા કંટારીયા નામના શખ્સને પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની દારૂની ત્રણ બોટલો અને રૂા.600 ની કિંમતના બે નંગ ચપટા મળી આવતા પોલીસે રૂા.2100 ની કિંમતનો દારૂનો મુદ્દામાલ કબ્જે કરીજયવંતની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.