જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજિત શ્રાવણી લોકમેળાને ગઇકાલે રાત્રે મંજૂરીના અભાવે એસ્ટેટ શાખા દ્વારા બંધ કરાવવામાં આવ્યો હતો.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોકમેળાનું આયોજન કરાયું હતું. જે જન્માષ્ટમીના પર્વ દરમિયાન ભારે વરસાદને કારણે બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ગત શનિવારે વાતાવરણ સરખુ થતાં તંત્ર દ્વારા ફરી લોકમેળો શરુ કરાયો હતો. આ દરમિયાન પરર્ફોમન્સ લાયસન્સ સહિતની મંજૂરીની મુદ્ત પૂર્ણ થઇ ગઇ હોય, ગઇકાલે મેળો બંધ કરાવાયો હતો. વરસાદના કારણે મેળો બંધ રહ્યો હોય, જામ્યુકોએ મેળાના દિવસો વધાર્યા હતાં. પરંતુ વધારાના દિવસો માટેના પરફોમન્સ લાયસન્સ સહિતની મંજૂરી ન મળતાં ગઇકાલે રાત્રીના જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ મેળાના ગ્રાઉન્ડ ખાતે દોડી ગઇ હતી.
એસ્ટેટ શાખાની ટીમ દ્વારા લાઇટો પણ બંધ કરી મેળો બંધ કરાવી દેવામાં આવ્યો હતો. પરફોમન્સ લાયસન્સ સહિતની મંજૂરી મળશે તો આગામી દિવસોમાં ફરી મેળો શરુ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.