Friday, December 27, 2024
Homeરાજ્યહાલારદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.આઈ., પીએસઆઈની સામૂહિક બદલીનો ગંજીપો ચિંપતા પોલીસ વડા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.આઈ., પીએસઆઈની સામૂહિક બદલીનો ગંજીપો ચિંપતા પોલીસ વડા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં પોલીસ કોન્સ્ટેબલ તથા હેડ કોન્સ્ટેબલને પ્રમોશનના સામૂહિક ઓર્ડરો બાદ જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરને બદલી કરતો સામૂહિક હુકમ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisement -

પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અને હાલ લીવ રિઝર્વમાં રહેલા એસ.એમ. સોલંકીને દ્વારકાના સીપીઆઈ તરીકે, વી.એ. રાણાને ખંભાળિયાના સીપીઆઈ તરીકે, વી.કે. કોઠીયાને સાઇબર ક્રાઈમ, કે.વી. રાજવીને કલ્યાણપુર તેમજ ડી.એચ. ભટ્ટને દ્વારકા, દ્વારકાના તુષાર પટેલને મીઠાપુર, આર.બી. સોલંકીને દ્વારકાધીશ મંદિર સુરક્ષા વિભાગ, ખંભાળિયાના સી.પી.આઈ. યુ.કે. મકવાને આઈ.યુ.સી.એ.ડબલ્યુ. શાખા, મંદિર સુરક્ષાના કે.એસ. પટેલને બેટ દ્વારકાની જવાબદારી સોંપવામાં આવી છે.

જ્યારે પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા દ્વારકાધીશ મંદિર સુરક્ષાના ડી.એસ. વાંઝાને મીઠાપુર, મીઠાપુરના પી.ટી. વાણીયાને દ્વારકાધીશ મંદિર સુરક્ષા, એન.ડી. કલોતરાને દ્વારકા ટ્રાફિક વિભાગ, દ્વારકા ટ્રાફિક વિભાગના આર.પી. રાજપુતને મંદિર સુરક્ષા, ઓખાના આર.આર. ઝરૂને ખંભાળિયા, દ્વારકાના આર.એચ. સુવાને ઓખા મરીન, વાડીનારના એમ.ડી. મકવાણાને રીડર શાખા, બેટ દ્વારકાના વી.આર. શુકલને વાડીનાર, એલ.આઈ.બી.ના ટી.ડી. ચુડાસમાને દ્વારકા, મીઠાપુરના એમ.એચ. ચૌહાણને ખંભાળિયા, તેમજ ખંભાળિયાના પી.એસ.આઈ. આર.જી. વસાવાને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે.

- Advertisement -

ખંભાળિયામાં મુકાયેલા પી.એસ.આઈ. ઝરુને અહીંના સર્વેલન્સ પી.એસ.આઈ. તરીકે, દ્વારકાના ટી.ડી. ચુડાસમાને દ્વારકા પોલીસ મથકમાં સર્વેલન્સ પી.એસ.આઈ. તરીકે, લિવ રિઝર્વમાં મુકાયેલા આર.જી. વસાવાને એસ.ઓ.જી. શાખા ખાતે એટેચ તરીકે, એમ.ડી. મકવાણાને વાડીનાર પોલીસ મથકનો વધારાનો ચાર્જ તેમજ આર.વી. જોશીને દ્વારકા પોલીસ મથકની વધારાની કામગીરીનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular