Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરદગડું શેઠ ગણપતિ મહોત્સ્વ દ્વારા 551 મીટરની પાઘડી ગણપતિજીને પહેરાવાશે - VIDEO

દગડું શેઠ ગણપતિ મહોત્સ્વ દ્વારા 551 મીટરની પાઘડી ગણપતિજીને પહેરાવાશે – VIDEO

પ્રસાદરૂપી મોદક લાડુ બનાવીને ધરવામાં આવશે

- Advertisement -

દગડુંશેઠ ગણપતિ મહોત્સવ 28 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે આ ગણપતિ મહોત્સવ દર વર્ષે અલગ કાર્યક્રમ ઉપર આયોજન કરતાં હોય છે. આ વર્ષે ગણેશ સ્થાપના તા. 07-09-2024 થી 17-09-2024 સુધી કરવા માં આવશે.આ મહોત્સવ ની અંદર જે મૂર્તિ બનાવવામાં આવી છે તે સંપૂર્ણ રીતે પ્રદૂષણ રહિત બનાવવામાં આવી છે. આ મૂર્તિ કંતાન, સફેદ કાપડ, પૂઠાં, વાંસ, સુતરી, રેતી, દોરા, અને અનાજ(ચોખા – 8 કિલો. જુવાર-5 કિલો, ઘઉં- 5 કિલો, બાજરી- 3 કિલો) નો ઉપયોગ કરી બનાવવામાં આવી છે.

- Advertisement -

આ ગણપતિ મહોત્સવનું આયોજન એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જે સતત આઠ ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવેલ છે. એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા ગયા વર્ષોમાં જેમ કે વર્ષ 2012 માં 145 કી.ગ્રા. ની ભાખરી બનાવી હતી તેમજ વર્ષ 2013 માં 11111 લાડુ વર્ષ 2014 માં 51.6 ફૂટની અગરબત્તી તથા વર્ષ 2015 માં ફિંગર પેન્ટિંગ જેમાં ગણેશજીનું પેન્ટિંગ બનનાવ્યું હતું તેમજ વર્ષ 2017 માં સાત ધાન નો ખીચડો બનાવી ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. આ એઇટ વન્ડર્સ ગ્રુપ ગત વર્ષોની જેમ આ વર્ષે પણ વિશિષ્ટ પ્રકારના આયોજન કરવા જઈ રહ્યું છે.

- Advertisement -

આ વર્ષે વિશ્વની સૌથી મોટામાં મોટી 551 મીટરની પાઘડી ગણપતિજીને પહેરવામાં આવશે તેમજ ગણપતિજીને પ્રસાદ રૂપી મોદક લાડુ બનાવીને ધરવામાં આવશે જે બને રેકોર્ડ સ્થાપીને વિશ્વની અંદર જામનગરનું નામ રોશન કરવામાં આવશે.

એઇટ વન્ડર્સ ગ્રુપના કેવલસિંહ રાણા, દિલીપભાઇ વોરલીયા, નિલેષસિંહ પરમાર, કલ્પેશ તથા સતીશ વાડોલીયા, પ્રિયંક શાહ, જયેશ જોશી, યોગેશભાઈ કણજારિયા, કપિલ સોલંકી, પ્રતાપસિંહ ચૌહાણ, ભારતસિંહ તથા જયરાજસિંહ(રજવાડા સાફા ક્રિએશન), વિજયસિંહ, જીતુભાઈ તથા દિપકભાઈ ગઢવી, મીતેષ(બનાસ), હરિભાઇ, ગોપાલભાઈ ભટ્ટ, હિતેશભાઈ શાહ અને વિપુલ પીઠડીયા,વગેરે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular