Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર નવી આરટીઓ પાસે રમાતા જૂગાર સ્થળે એલસીબીનો દરોડો

જામનગર નવી આરટીઓ પાસે રમાતા જૂગાર સ્થળે એલસીબીનો દરોડો

સાત શખ્સોને રૂા.94,700 ની રોકડ રકમ સાથે દબોચ્યા : પાંચ મોબાઇલ મળી કુલ રૂા.1,19,700 નો મુદ્દામાલ કબ્જે : જિલ્લામાં જુદા-જુદા 10 સ્થળોએ દરોડા

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં ન્યુ આરટીઓની બાજુમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની મયુરસિંહ પરમાર, હરદીપ બારડ, કાસમભાઈ બ્લોચને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ચેતન ગોવિંદ મકવાણા, ડાયા રામજી ગોરડીયા, રણછોડ જેઠા પરમાર, સતિષ રાજા સાગઠીયા, મુળજી પાલા સાગઠીયા, પ્રવિણ કરશન પરમાર, ભાવેશ નાથા સાગઠીયા સહિતના સાત શખ્સોને રૂા.94700 ની રોકડ રકમ, રૂા.25000 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ મળી કુલ રૂા.1,19,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

બીજો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી ગણેશવાસ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે તીનપીતનો જૂગાર રમતા વિવેક કાંતિ કબીરા, નયન અરવિંદ મકવાણા, મયુર વિનોદ પરમાર, કિરણ સુરેશ મકવાણા, શનિ ધર્મદાસ પરમાર, રવિ કાળુ પરમાર સહિતના છ શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.14890 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ નાશી ગયેલા પરેશ ઉર્ફે રીશી જેન્તી પુરબીયા સહિતના સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

ત્રીજો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ નવાનગર શેરી નં.3માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા જેસા જેઠા લગારીયા, જયેશ નેભા લગારીયા, ગોવિંદ જેસા લગારીયા, ધાના હાજા આંબલિયા નામના ચાર શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે તીનપતિ રમતા રૂા.10500 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ચોથો દરોડો, જામનગર શહેરના બાલાજી પાર્ક 2 માંથી જૂગાર રમતા ભગીરથસિંહ હરુભા જાડેજા, હુશેન વલીમામદ સુમરાણી, ગીરીશ પાલા વારસાકીયા નામના ત્રણ શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.10,280 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો, કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મુકેશ નાથા પરમાર, કિશોર વશરામ સોલંકી, લખમણ બાબુ મુછડિયા, પ્રવિણ ચના ચંદ્રપાલ, રમણિક દેવા ખીમસુરીયા સહિતના પાંચ શખ્સોને કાલાવડ ગ્રામ્ય પોલીસે રૂા.11,600 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

છઠો દરોડો, લાલપુર ગામમાં પ્રગતેશ્ર્વર સોસાયટીમાંથી જૂગાર રમતા જયેશ ભગવાનજી ભેંસદડિયા, સુરેશ અશોક ગામી, કેશુ જીવા હાજાણી, પ્રવિણ જીવા રીણીયા, અશોક લક્ષ્મણ ગામી નામના પાંચ શખ્સોને લાલપુર પોલીસે રૂા.10140 રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ શેરી નં.4 માથી જૂગાર રમતા સુમિલ જીવા ડાભી, વિશાલ અશોક મકવાણા, પિન્ટુકુમાર બિટેશ્ર્વર ચૌધરી, સુનિલરાય ગુરુચરણ રાય, જામવન ત્રિભુવન ગોણ સહિતના પાંચ શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.10400 રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

આઠમો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં દ્વારકેશ સોસાયટીમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ મહિલાઓને પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.10920 ની રોકડ રકમ અને પ500 ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા. 16420 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

નવમો દરોડો, જામનગર તાલુકાના મેડી ગામમાંથી જૂગાર રમતા શૈલેષ વિણુ ગોહિલ, હેમંત રમેશ ગોહિલ, મુકેશ કેશવજી ભાલોડિયા નામના ત્રણ શખ્સોને પંચ એ પોલીસ સ્ટાફે રૂા.5,470 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા અને રવિ રમેશ ગોહિલ તથા કિરણ કાનજી ગોહિલ નામના નાશી ગયેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

દસમો દરોડો, જામનગર તાલુકાના મેડી ગામમાંથી તીનપતિ રમતા રમેશ દયાળજી વડગામા, પ્રેમજી મેઘજી ગોહિલ અને નયન રમેશ ગોહિલ નામના ત્રણ શખ્સોને રૂા.3260 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular